સંકટ ચોથ ની માહિતી   /   ગણેશ યાત્રી ભવન - ભોજનાલય સંપર્ક નંબર 

શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટ - ઐઠોર

મુ. ઐઠોર, તા.: ઊંઝા, જી. : મહેસાણા.
મોબાઈલ નંબર : ૯૫૧૦૨૫૩૫૫૫

ટ્રસ્ટ રજી. ન. : એ-૧૧ મહેસાણા

મંદિર ની કાયમી યોજના

કાયમી થાળ યોજનાઓ :-
શ્રી ગણપતિ દાદાને દરરોજ મધ્યાહન થાળ તથા રાત્રી થાળ ગણપતિદાદાને દરરોજ થાળ ધરાવી સકાય તે માટે મધ્યાહન થાળ તથા રાત્રી થાળ યોજનાઓ સંસ્થા તરફ્થી ચાલે છે. આ યોજનામાં માત્ર રૂપિયા ૨૫૧/- કે તેના થી વધુ દાન આપી ને વર્ષની કોઈ પણ તીથી નક્કી કરી તે દિવસે ગણપતિદાદાનો થાળ તે વ્યકિતના નામે ધરવામાં આવે છે, થાળ પેટે આવેલ રકમ ના વ્યાજમાંથી થાળ ધરવામાં આવે છે અને જે તીથી ના દાતા ને તે દિવસે થાળની પ્રસાદ લઇ જવા નું જાણવામાં આવે છે.

કાયમી ફૂલહાર યોજના :-
શ્રી ગણપતિ દાદાને દરરોજ ફૂલહાર ચઢાવાની યોજનામાં રૂપિયા ૧૦૧/- કે તેથી થી વધુ દાન આપી ને વર્ષની કોઈ પણ તીથી નક્કી કરીને તે તીથી એ દાન આપનાર વ્યક્તિ ના તરફથી ગણપતિદાદાને ફૂલનો હાર ચઢાવામાં આવે છે.

કાયમી હવન યોજના :-
શ્રી ગણપતિ દાદા ના સન્મુખ કાયમી હવન થાય છે જેમાં રૂપિયા ૫૦૦૦૧/- કે તેથી થી વધુ દાન આપી ને વર્ષની કોઈ પણ તીથી નક્કી કરીને તે તીથી એ દાન આપનાર વ્યક્તિને અગાઉથી જાણ કરીને બોલાવીને દાદાની સન્મુખ હવન કરવામાં આવે છે જે લગભગ આખા વર્ષની તીથી ઓ નોધાયેલી હોય છે પરતું કોઈપણ દર્શનાથીઓં ને હવન કરવા માટે એક્સ્ટ્રા હવન ની વ્યવસ્થા કરવામાં આવે છે જેમાં રૂપિયા ૧૦૫૧/- કે તેથી થી વધુ દાન આપી ને આગાઉ થી તારીખ નોધાવવાથી જે તે તારીખે કાયમી હવની બાજુમાં જ દાદાની સન્મુખ હવન કરવામાં આવે છે

અખંડ જ્યોત યોજના :-
શ્રી ગણપતિ દાદા ના મંદિરમાં આખાન જ્યોત જલતી રહે તે માટે આ યોજનામાં રૂપિયા ૧૨૫/- કે તેથી થી વધુ દાન આપી ને વર્ષની કોઈ પણ તીથી નક્કી કરીને તે તીથી એ દાન આપનાર વ્યક્તિનાં નામની અખંડ જ્યોત પ્રગટેલી રહે છે આ યોજના માં પણ બારેમાસ ની તીથી નોધાયેલી હોય છે.

કાયમી પ્રસાદ યોજના:-
પ્રસાદ તો ભગવાન અને ભક્ત બન્ને ને પ્રિય હોય છે પ્રસાદ જેટલો વહેચાય તેટલો તેનો મહિમા વઘતો જાય છે પણ દાદાના મંદિરમાં પણ કાયમી પ્રસાદ વહેચાતો જાય છે ને દાદાનો મહિમા પણ વઘતો જાય છે તે હેતુ થી મંદિર માં કાયમી પ્રસાદી યોજના અમલ માં મુકવામાં આવી છે આ યોજનામાં રૂપિયા ૧૦૧/- કે તેથી થી વધુ દાન આપી ને વર્ષની કોઈ પણ તીથી નક્કી કરીને તે તીથી એ દાન આપનાર વ્યક્તિનાં નામની પ્રસાદ વહેચવામાં આવે છે

પંખીચણ યોજના :-
શ્રી ગણપતિ દાદા ના મંદિરમાં પંખીઓને પણ દાના નાખવાનું કાય્ર કાયમી ધોરણે ચાલે છે આ યોજનામાં રૂપિયા ૧૦૦૧/- કે તેથી થી વધુ દાન આપી ને વર્ષની કોઈ પણ તીથી નક્કી કરીને તે તીથી એ દાન આપનાર વ્યક્તિનાં નામ થી પંખીઓને પણ દાના છે

For English
અંગ્રેજી માટે