સંકટ ચોથ ની માહિતી   /   ગણેશ યાત્રી ભવન - ભોજનાલય સંપર્ક નંબર 

શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટ - ઐઠોર

મુ. ઐઠોર, તા.: ઊંઝા, જી. : મહેસાણા.
મોબાઈલ નંબર : ૯૫૧૦૨૫૩૫૫૫

ટ્રસ્ટ રજી. ન. : એ-૧૧ મહેસાણા

ગણેશ મંદિર વિશે વિવિધ દંતકથાઓ :-

આ મંદિર માં પ્રસ્થાપિત પ્રતિમા પાંડવ યુગની છે પ્રાચીન સમયમાં સોલંકી રાજવીઓ અવારનવાર ઐઠોર આવીને પૂજન-અર્ચન કરતા અને મહાન કાર્યના શુભારણ પ્રસંગે અહી પૂજન કર્યાબાદ જ તેઓં આગળ વધતા. પ્રાચીના કાળમાં દેવોના લગ્ન હોવાથી દેવીદેવતાઓની જાન જોડાઈ હતી પરંતુ વાકી સૂંઢ વાળા અને દુદાળા ગણેશજી તેમના વિચિત્ર દેખાવ ને કારણે તેમને આમંત્રણ નહોતું આપ્યું. જાન ઐઠોર અને ઊંઝા વચ્ચે આવેલા સોમનાથ મહાદેવ ના મંદિર નજીક પહોચી ત્યારે ગણેશજી ના કોપને કારણે જાનમાં જોડાયેલા તમામ રથ ભાગી ગયા. આ ધટના બનવાનું. કારણ સમજાતાં દેવોઓં ગણેશજી ને માનવાનો સંકલ્પ કર્યો અને પોતાના ઘોડા-બળદ બાંધી ને ૩૩ કરોડ દેવી દેવતા ઓં પુષ્પાવતી નદી ને કિનારે આવ્યા અને પૂજન આર્ચન કરીને ગણેશજી ને પ્રસન્ન કર્યા. આ પ્રસગે ઐઠોર ના તળાવના કિનારે ગોઠ વેચી હતી. આજે આ દંત કથા ના ભાગ રૂપે ગોથીયું તળાવ કહેવામાં આવે છે અને ઘોડા-બળદ બાંધ્ય હતા તેને ગમાંણીયું તળાવ એમ બને તળાવ હાલ ગામમાં મોજુદ છે આ સિવાય નદી કિનારે ૩૩ કરોડ દેવતાઓં નું નાનકડું મંદિર આવેલું છે દેવરાજ ઇન્દ્ર ના લગ્ન હોય શિવ પરિવાર પણ જાન માં જોડાયો હતો જાન ઉત્તર તરફ જઈ રહી હતી ત્યારે ભારે કાયાવાળા ગણેશજી વધુ ચાલી શકે તેમ ન હોવાથી ભગવાન શંકર એ ગણેશજી ને અહી ઠેર કહેવાનું કહ્યું હતું આ શિવજી ના અહી ઠેર શબ્દો ઉપરથી આજના ઐઠોર ગામની વ્યુંતપ્તી થઇ હોવાનું મનાય છે ગણેશજી ઐઠોર રોકાયા થીશિવજી, પાર્વતીજી અને કાર્તિકેયજી જાનમાં આગળ ચાલ્યા પરંતુ થોએ દુર ગયા બાદ માતા પાર્વતીજી ને પોતાના દીકરાને મુકીને જાન માં જવાની અનિછ્તા થતા તેઓં ઊંઝા માં રોકી ગયા જ્યાં આજે ઉમિયા માતાજી ને સ્થાનક છે જાન આગળ વધી તો પોતાના ભાઈ અને માતા વગર આગાર વધવાનું ન ગમતા કાર્તિકેયજી સિદ્ધપુર ખાતે રોકી ગયા જ્યાં આજે પણ કાર્તિકેયજી મંદિર હયાત છે.

જયારે ઉતર ગુજરાત ના લોકો સાહિત્ય અને મંદિર સ્થાપત્ય ના અભ્યાશું ડો. અમૃત પટેલ ના મત અનુસાર ઐઠોર ના આ ગણેશ મંદિર નું નિર્માણ કોને કર્યું હશે તેના કોઈ પુરાવા મળતા નથી કે તેનું પ્રમાણ આપતા કોઈ શિલાલેખ કે આધારભૂત કથા પણ ઉપલબ્ધ નથી પરંતુ મૂર્તિવિધાન તથા અસલ મંદિર ની સ્થાપત્ય શૈલી જોતા આ મંદિર ૧૧ મી સદી માં નિર્માણ પામ્યું હોવાનું સસ્પત અનુમાન કરી શકાય છે વિક્રમ સવંત ૧૩૫૬ માં આલ્લાઉડીન ખીલજી એ આક્રમણ કરીને ઉતર ગુજરાતના મોટા ભાગના મંદિરો નો ધ્વશ કર્યો હતો. તે વેળા એ આ મંદિર ના યક્ષો,ગંધર્વો,દેવ-દેવીઓં, કિન્નરો, કોચકો, ગ્જ્સ્તર, નર્સ્તર, વગેરે સહીત તમામે તમામ ભાગોને ખંડિત કરાયા હતા.

For English
અંગ્રેજી માટે